13 જૂન, 2024
અમે ગયા 2015માં WhatsApp પર કૉલ કરવાની સુવિધા લાવ્યા ત્યારથી, અમે ગ્રૂપ કૉલ, વીડિયો કૉલ અને મલ્ટિ-પ્લેટફોર્મ સપોર્ટને પ્રસ્તુત કરવાની સાથે તેને બહેતર બનાવવાનું ચાલુ રાખ્યું છે.
આજે અમારી પાસે એવી અનેક અપડેટ છે કે જે તમારાં બધાં ડિવાઇસ પર કૉલને હજીએ વધુ મોટા અને વધુ સારા બનાવશે, જે આગામી થોડાંક અઠવાડિયામાં રજૂ થવાની છે:
અમે ઓડિયો અને વીડિયોની ગુણવત્તા પર પણ અવિરતપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખ્યું છે, જેથી ભલેને તમે ગમે ત્યાં હો, તમને વધુ સ્પષ્ટ કૉલ મળી રહે. અમે તાજેતરમાં MLow કોડેક લોન્ચ કર્યું છે, જે કૉલની વિશ્વસનીયતાને બહેતર બનાવે છે. મોબાઇલ ડિવાઇસ પર કરવામાં આવતા કૉલને નોઇસ અને ઇકો કેન્સલેશનની બહેતર બનાવેલી સુવિધાથી લાભ થાય છે, જે ઘોંઘાટભર્યા વાતાવરણમાં ��ૉલ લેવા/કરવાનું વધુ સરળ બનાવે છે અને વધુ ઝડપી કનેક્શન ધરાવતા હોય તે લોકો માટે વીડિયો કૉલમાં ઉચ્ચતર રિઝોલ્યૂશન હોય છે. ભલેને તમારી નેટવર્ક કનેક્ટિવિટી નબળી હોય અથવા તમે જૂના ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હો, એકંદરે ઓડિયો વધુ ક્રિસ્પ હોય છે. તમ��� અહીં MLow કોડેક વિશે વધુ વાંચી શકો છો અને ઓડિયોની ગુણવત્તામાં રહેલા તફાવતને સાંભળી શકો છો.
અમે WhatsApp પર કૉલ કરવાની સુવિધામાં સુધારણાઓ કરવાનું ચાલુ રાખીશું જેથી તમે વિશ્વમાં જ્યાં પણ હો ત્યાં શ્રેષ્ઠ ગુણવત્તાના, ખાનગી કૉલ કરી શકો.